Banaskantha : અંબાજીમાં ભારે વરસાદથી ચોતરફ પાણી, અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ, જુઓ Video
ભારે વરસાદના કારણે અંબાજીની બજારમાં આવેલ દુકાનોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો અંબાજીના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે.
Banaskantha : બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ખાસ કરીને અંબાજી આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ચોતરફ પાણી ભરાયા છે. તો અંબાજીની બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદના કારણે અંબાજીની બજારમાં આવેલ દુકાનોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો અંબાજીના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત અંબાજીનો મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ બનાસ નદીના પાણી કાંકરેજ તાલુકા સુધી પહોંચ્યા છે. તેથી ઉંબરી નજીક આપેલો ડાયવર્ઝન રસ્તો બંધ કરવા માર્ગ અને મકાન વિભાગે મામલતદારને પત્ર લખ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos