Pahalgam Terror Attack :  10 વર્ષ પછી ભાઈના ઘરે આવી બહેન, સરકારનો આદેશ મળતા શાહીદાને તરત પાકિસ્તાન પરત મોકલાઇ, જુઓ Video

Pahalgam Terror Attack : 10 વર્ષ પછી ભાઈના ઘરે આવી બહેન, સરકારનો આદેશ મળતા શાહીદાને તરત પાકિસ્તાન પરત મોકલાઇ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2025 | 2:33 PM

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર એકશનમાં આવી ગઈ છે. પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને ઘરનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર એકશનમાં આવી ગઈ છે. પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને ઘરનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. આવી જ ઘટના ભરુચમાંથી સામે આવી છે. સરકારના આદેશ બાદ ભરુચમાં રોકાયેલા શહીદા બીબીને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.

પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી

શહીદા બીબી વિઝિટર વિઝા પર ગુજરાત આવી હતી. તેમની પાસે 14 એપ્રિલથી 28 જૂન સુધીના વિઝા હતા. જોકે જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ ગુજરાત સરકારે શહીદા બીબીને અટારી બોર્ડરથી પાકિસ્તાન રવાના કરી દીધી છે.તો સરકારના એક્શનને શાહીદાના ભાઇએ યોગ્ય ઠેરવી છે.

મળતી વિગતો પ્રમાણે હાલ ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા ધારક 438 પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે.જ્યારે શોર્ટ ટર્મ વિઝા વાળા 15 પાકિસ્તાની નાગરિક છે.હાલમાં શોર્ટટર્મ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલાવાની કવાયત ચાલી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો