Porbandar : પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ ! અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટ પર ફાયરિંગ કરી, 7 ખલાસીનું કર્યું અપહરણ, જુઓ Video
પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે IMBL નજીક ભારતીય બોટ બળજબરીપૂર્વક કબજે કરાઇ છે.
પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે IMBL નજીક ભારતીય બોટ બળજબરીપૂર્વક કબજે કરાઇ છે. બોટમાં સવાર 7 ખલાસી પાકિસ્તાની કસ્ટડીમાં હોવાની આશંકા કરવામાં આવી છે. PMSA દ્વારા પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની આશંકા કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયું છે. ભારતીય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ ઘટના અંગે હજી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ બોટનુ નામ નર નારાયણ હોવાનું અને મઢવાડની હોવાનુ તેમજ તેનો રજીસ્ટ્રેશન નંબર IND-GJ-32-MM-591 હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ભારતીય માછીમારો માછીમારી કરતા હતા તે સમયે તેમનું અપહરણ પાકિસ્તાને કર્યું હોવાની આશંકા છે. તે પૈકી મિતેશ રામજી નામાન માછીમારના પરિવારને TV9ની ટીમ મળવા પહોંચી હતી. તેમની વેદના જાણી પરિવારના તમામ લોકો ખૂબ આક્રંદ કરી રહ્યા છે. તેમણે સરકાર પાસે વિનંતી કરી છે કે બને તેટલું જલ્દી પગલાં લેવામાં આવે અને તેમના પરિજનને પાછો લાવવામાં આવે.
