Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા

AHMEDABAD : કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 10:45 AM

આ 14 કેસમાંથી 70 ટકા કોરોનાગ્રસ્ત દર્દી બહારગામ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.

AHMEDABAD : કોરોના વેક્સિન લીધી હોય તો પણ સાવધાન થઈ જજો કારણ કે આપની એક બેદરકારીને કારણે કોરોના ફરી ઉથલો મારી શકે છે. 11 નવેમ્બરને ગુરૂવારે અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા હતા. કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.આ કેસોની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 10 લોકોએ રસીના બંને ડોઝ અને 4 લોકોએ સિંગલ ડોઝ લીધા હતા.તેમજ તેમાંથી 70 ટકા કોરોનાગ્રસ્ત દર્દી બહારગામ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.

એવામાં અમદાવાદમાં મનપાના આરોગ્ય વિભાગે સંક્રમણને કાબૂમાં લાવવા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ બમણા કરી રોજના 8 હજારથી વધુ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા વધતી જઈ રહી છે. જેને પગલે કોર્પોરેશને ટેસ્ટીંગ ડોમ વધારી દીધા છે.અમદાવાદ કોર્પોરેશને 30 જેટલા નવા ટેસ્ટીંગ ડોમ બનાવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સંપૂર્ણપણે નાબૂદ થઇ નથી. રસીકરણ મહાઅભિયાનને પગલે કોરોનાનાં કેસ સાવ ઘટીને બે આંકડાની અંદર આવી ગયાં હતા, પરંતુ દિવાળીનાં તહેવારોમાં બજારોમાં લોકોની ભીડ વધવાને કારણે સામાજિક અંતર સહીતના નિયમો ન જળવાતાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો શરૂ થયો છે. શહેરમાં 10 નવેમ્બરને બુધવારે નવા 16 કેસ નોંધાયા હતા તો 11 નવેમ્બરને ગુરુવારે 14 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે

આ પણ વાંચો : GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો રાજ્યના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

g clip-path="url(#clip0_868_265)">