AHMEDABAD : ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે
આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલા શરૂ કરાશે
AHMEDABAD : અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે.રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે..જે અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે.
આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલા શરૂ કરાશે.વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂપિયા 191 કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરેલી છે. આ પહેલા, 20 વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એર એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે.
તો બીજીતરફ બંધ પડેલી સી-પ્લેનની સેવા પણ ફરી શરૂ કરાશે. વર્ષ 2020ના ઓક્ટોબરમાં અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી–પ્લેનની સેવા શરૂ કરાઈ હતી..આ સેવા ખાનગી એવિએશન કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી. જે બાદ અનેકવાર આ સુવિધા બંધ થઈ છે અને હાલમાં પણ બંધ છે. આ વખતે, સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી–પ્લેનની સુવિધાનું સંચાલન રાજ્ય સિવિલ એવિએશન વિભાગ દ્વારા કરાશે.
જે લોકોને અમદાવાદના આકાશમાં હેલિકોપ્ટરમાં બેસીને આનંદ માણવો છે, તેમના માટે સપ્તાહના અંતે જોયરાઈડ્ઝની સુવિધા શરૂ થશે. જેમાં, અમદાવાદના કોઈ એક સ્થળેથી હેલિકોપ્ટર ઉડશે અને રિવરફ્રન્ટ પર તે ઉતરાણ કરશે. જ્યારે, એવા અનેક પરિવારો છે જેમને અંબાજી, દ્વારકા અથવા અન્ય સ્થળો સુધી હવાઈસેવા કરવી છે..પરંતુ હવાઈ સેવાની સુવિધાના અભાવે તે તેનો લાભ મેળવી શકતો નથી. આ લોકો સપ્તાહ દરમિયાન હવાઈ સેવાનો લાભ મેળવી શકશે.
આ પણ વાંચો : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ગુજરાત સરકાર ડાંગને રાજ્યનો પ્રાકૃતિક ખેતી ધરાવતો સૌપ્રથમ જિલ્લો જાહેર કરશે
આ પણ વાંચો : નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
