રાજકોટના ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવા આદેશ

| Edited By: | Updated on: Dec 26, 2024 | 9:22 PM

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ, સમગ્ર ગુજરાતમાં મેળાપીપણું ધરાવનારા અધિકારીઓ સામે રોષ વ્યાપી ગયો હતો. રાજકોટમાં નીતિ નિયમોનો ઉલારીયો કરીને પૈસાના વજને ગેરકાયદે કામને કાયદાનો પાયજામો પહેરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયાનું નામ મોખરે હતું.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સપડાયેલા ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની અપ્રમાણસરની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાએ, પોતાના અને પરિવારજનોના નામે 23.15 કરોડની મિલકતો વસાવેલી હોવાનુ તંત્રની તપાસમાં સામે આવ્યું હતું. મનસુખ સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારની મંજૂરી આપી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ, સમગ્ર ગુજરાતમાં મેળાપીપણું ધરાવનારા અધિકારીઓ સામે રોષ વ્યાપી ગયો હતો. રાજકોટમાં નીતિ નિયમોનો ઉલારીયો કરીને પૈસાના વજને ગેરકાયદે કામને કાયદાનો પાયજામો પહેરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયાનું નામ મોખરે હતું.

મનસુખ સાગઠીયાને ત્યાં હાથ ધરેલ તપાસમાં ચોકાવનારી મિલકતો મળી આવી હતી. આ બાદ રાજ્ય સરકારે, ભ્રષ્ટ ટીપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને અપ્રમાણસરની તમામ મિલકતોને ટાંચમાં લેવા માટે આદેશ આપ્યો હતો.

Published on: Dec 26, 2024 09:07 PM