Vadodara : ડભોઇ એસ.ટી સ્ટેન્ડ પર કોવિડ નિયમો ભુલાયા, કોરોનાને ખુલ્લુ આમંત્રણ
વડોદરાના ડભોઇમાં એસટી સ્ટેન્ડ પર એસ.ટી.કર્મચારીઓ વેક્સિન સર્ટિફિકેટનું પણ ચેકિંગ કર્યા વિના બસમાં મુસાફરી કરાવી રહ્યાં છે. આમ એસ. ટી સ્ટેન્ડ પર જ સરેઆમ કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona) ત્રીજી લહેર વચ્ચે વડોદરાના(Vadodara)ડભોઇમાં એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.ડભોઇ એસ.ટી.ડેપોમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યાં છે.દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે કોરોના ગાઈડલાઈનના કેવી ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યાં છે.લોકો તો બેદરકારી દાખવી જ રહ્યાં છે પરંતુ કર્મચારીઓ પણ માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યાં છે.એટલું જ નહીં બસમાં મુસાફરોને બેસાડવામાં સામાજિક અંતરના નિયમનું પણ પાલન નથી કરવામાં આવી રહ્યું.એસ.ટી.કર્મચારીઓ વેક્સિન સર્ટિફિકેટનું પણ ચેકિંગ કર્યા વિના બસમાં મુસાફરી કરાવી રહ્યાં છે. આમ એસ. ટી સ્ટેન્ડ પર જ સરેઆમ કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળી રહ્યો છે. તેમજ વડોદરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે.
તેવા સમયે આ પ્રકારની બેદરકારી કોરોનાને આમંત્રણ આપતી હોય તેમ લાગે છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મહિનાઓ બાદ એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં 12 જાન્યુઆરીએ એક દિવસમાં કોરોનાના કુલ 9 હજાર 941 કેસ નોંધાયા છે. તો 3 હજાર 449 દર્દી સાજા પણ થયા છે.
અમદાવાદમાં કોરોનાનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 હજાર 843 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં કોરોનાનો આંકડો પચીસ સોને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં સુરતમાં 2 હજાર 502 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319 પોઝિટિવ દર્દી મળ્યાં. જ્યારે ગાંધીનગરમાં એક દિવસમાં 150 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી
આ પણ વાંચો : મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !