AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : કણસાગરા કોલેજના આચાર્યની ભરતીને લઇને વિવાદ, CMO સુધી મામલો પહોંચ્યો

Rajkot : કણસાગરા કોલેજના આચાર્યની ભરતીને લઇને વિવાદ, CMO સુધી મામલો પહોંચ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 1:35 PM
Share

આચાર્યની લાયકાત માટે 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. કાલરિયા પાસે નથી.એકડેમિક પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું કહીને તેમને દૂર કરવાની માગ પણ ડોબરિયાએ કરી છે.

રાજકોટમાં કણસાગરા કોલેજના આચાર્યની ભરતીને લઇને વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય શાળામાં આવેલી કુંડલિયા કોલેજના પ્રોફેસર રતિલાલ ડોબરિયાએ દાવો કર્યો છે કે, આચાર્ય તરીકે રાજેશ કાલરિયાની ભરતી અયોગ્ય છે. એટલું જ નહિં તે મામલે CMOને પણ ફરિયાદ કરી છે. રતિલાલ ડોબરિયાએ આક્ષેપ કર્યો હતો કે ડૉ.કાલરિયા પાસે અનુભવનું પ્રમાણપત્ર ખોટું છે. આચાર્યની લાયકાત માટે 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. કાલરિયા પાસે નથી. એકડેમિક પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું કહીને તેમને દૂર કરવાની માગ પણ ડોબરિયાએ કરી છે.

ડૉ.કાલરિયાએ પોતાના પરના આક્ષેપોને ફગાવી દીધા

તો બીજી તરફ ડૉ.કાલરિયાએ પોતાના પરના આક્ષેપોને ફગાવી દીધા છે.રાજેશ કાલરિયાએ આરોપો ફગાવતા કહ્યુ કે, ડૉ.ડોબરીયાને કણસાગરા કોલેજમાં જોડાવાનો પત્ર આવ્યો હતો. પરંતુ મેનેજમેન્ટે તેને મંજૂરી ન આપી. જેથી કિન્નાખોરી રાખીને આવા આક્ષેપો કરી રહ્યા છે.. એટલું જ નહિં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, તેમની નિમણૂક નિયમ આધારીત જ થઇ છે.

સરકારની પૂર્વ મંજૂરીથી આ કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ડોબરિયાના આક્ષેપોને ફગાવ્યા છે.રાજેશ કાલરિયાની નિમણૂક નિયમ પ્રમાણે થઇ હોવાનો દાવો કુલપતિએ કર્યો છે.રતિલાલ ડોબરિયાએ અગાઉ પણ આ પ્રકારની અરજી કરી હોવાનો દાવો કુલપતિ કરી રહ્યા છે.

Published on: Jan 19, 2023 12:58 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">