Breaking News : અમદાવાદમાં ડાર્ક વેબનું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું! 24 વેબસાઇટ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટનો પર્દાફાશ, જુઓ Video

Breaking News : અમદાવાદમાં ડાર્ક વેબનું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું! 24 વેબસાઇટ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટનો પર્દાફાશ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 19, 2026 | 6:44 PM

અમદાવાદ સાયબર ક્રાઈમે સોશિયલ મીડિયાથી ચાલતા ઓનલાઈન ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 24 વેબસાઇટ્સ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટ્સ દ્વારા ડાર્ક વેબ મારફતે થતા ગેરકાયદે ડ્રગ્સ વેપાર સામે કાર્યવાહી કરાઈ.

અમદાવાદ સાયબર ક્રાઈમે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા એક વિશાળ ઓનલાઈન ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત, ટેલિગ્રામ ગ્રુપ્સ અને વિવિધ વેબસાઇટ્સના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસમાં ડાર્ક વેબ દ્વારા સંચાલિત 24 જેટલી વેબસાઇટ્સ અને ડ્રગ્સ વેચાણ સાથે સંકળાયેલા પાંચ ટેલિગ્રામ એકાઉન્ટ્સ સામે આવ્યા છે.

સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક ક્રિપ્ટોકરન્સી, જેમાં બિટકોઈન અને ઇથેરિયમનો સમાવેશ થાય છે, તેના દ્વારા પેમેન્ટ સ્વીકારતું હતું. પેમેન્ટ વોલેટ્સ અને પેમેન્ટ લિન્ક્સની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ડ્રગ્સની ડિલિવરી માટે એક અનોખી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થતો હતો. બંધ મકાનોના સરનામે પાર્સલ મોકલીને, એજન્ટો પોસ્ટ ઓફિસમાંથી આ પાર્સલ કલેક્ટ કરતા હતા. સાયબર ક્રાઈમ આ એજન્ટોને ઓળખવા અને આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની શક્યતા તપાસવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.

ઠંડી આવી રહી છે… ગુજરાતમાં આગામી બે દિવસમાં તાપમાન ઘટશે, લઘુત્તમ તાપમાનમાં 2-3°C નો ઘટાડો

Follow Us
Loading...
Unable to load recommendations.