જામજોધપુરના સિદસર ઉમિયા માતાજી મંદિર પાસેનો જુનો પુલ ટૂટ્યો, જુઓ Video
ભારે વરસાદથી ધ્રાફા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં કોટડા બાવીસી માતાજીના મંદિર નજીક પુલ પર પાણી ભરાયા છે. તેમજ ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક વધી છે. જ્યારે સિદસર ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરાયા છે. જ્યારે જામજોધપુરના સિદસર ઉમિયા માતાજી મંદિર પાસેનો જુનો પુલ ટૂટ્યો છે.
Jamnagar : જામનગરના જામજોધપુરનાં ધ્રાફા અને સિદસરની નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભારે વરસાદથી ધ્રાફા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં કોટડા બાવીસી માતાજીના મંદિર નજીક પુલ પર પાણી ભરાયા છે. તેમજ ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક વધી છે.
જ્યારે સિદસર ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરાયા છે. જ્યારે જામજોધપુરના સિદસર ઉમિયા માતાજી મંદિર પાસેનો જુનો પુલ ટૂટ્યો છે.
આ ઉપરાંત ગીર સોમનાથમાં અનરાધાર વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે.સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.જ્યાં જૂઓ ત્યાં પાણી અને પાણી જ જોવા મળી રહ્યું છે.ભારે વરસાદના કારણે જનજીવન પણ ભારે પ્રભાવિત થયુ છે..
પ્રાચીતીર્થ નજીકથી વહેતી સરસ્વતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.સરસ્વતી નદીના પાણીના પ્રવાહથી માધવરાય મંદિર, મોક્ષ પીપળો અને ઘાટ જળમગ્ન થયા છે.
