AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guajarti Video: ભાવનગરની માલેશ્રી નદી પર બાંધવામાં આવેલા બ્રિજમાં મોટી તિરાડો, મનપા કે NHAI...કોણ કરશે સમારકામ ?

Guajarti Video: ભાવનગરની માલેશ્રી નદી પર બાંધવામાં આવેલા બ્રિજમાં મોટી તિરાડો, મનપા કે NHAI…કોણ કરશે સમારકામ ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:26 PM
Share

ભાવનગરની માલેશ્રી નદી પર આવેલ બ્રિજમાં તિરાડો અને ગાબડાં પડી ગઈ છે. જર્જરિત હાલતમાં આ બ્રિજ ઉભો છે. બ્રિજના સમારકામની જવાબદારી કોની તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

ભાવનગર શહેરના એક બ્રિજ જૂનો અને જર્જરિત છે, અને પડવાનાં વાંકે ઉભો છે. ભાવનગરની માલેશ્રી નદી પર બાંધવામાં આવેલો આ  પુલ જુનો હોવાથી જર્જરિત થઈ ચુક્યો છે. બ્રિજમાં મોટી તિરાડો પડી ગઈ છે. તો પુલના નીચેના ભાગમાંથી ગાબડાં પડી ગયા છે અને અમુક જગ્યાએથી તો સળિયા પણ દેખાઈ રહ્યા છે.

બ્રિજની હાલત એટલી ખસ્તા છે કે તે ગમે ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. એક અઠવાડિયા પહેલા જ નેશનલ હાઈવેના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યોએ આ જર્જરિત બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે મનપાના અધિકારીનું કહેવું છે કે આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવતું હોવાથી બ્રિજ અંગેનો નિર્ણય NHAI જ કરશે.

આ પણ વાંચો : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી, નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી

એક તરફ શાસકપક્ષે જર્જરિત બ્રિજના સમારકામની જવાબદારી NHAIની હોવાનું કહીને હાથ ઉંચા કરી દીધા છે. બીજી તરફ વિરોધપક્ષે આક્ષેપ કર્યા છે કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના નહીં થાય ત્યાં સુધી તંત્રના પેટનું પાણી નહીં હલે. આ સાથે જ આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તેવી માગ પણ વિપક્ષે કરી છે.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">