Narmada Dam Video : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી, નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી
નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર 10 મીટર જ દૂર છે.
Narmada : ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ (Rain) વરસી ચુક્યો છે. સારા વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar sarovar dam) જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હવે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટીથી માત્ર 10 મીટર જ દૂર છે. પાણીની આવક 1 લાખ 10 હજાર 350 ક્યુસેક પહોંચી છે. 24 કલાકમાં જળ સપાટી 65 સેન્ટિમીટર વધી છે. ત્યારે સરદાર સરોવર ડેમ હવે નજીકના દિવસોમાં જ છલકાય તેવી શક્યતા છે.
(વિથ ઇનપુટ-વિશાલ પાઠક, નર્મદા)
આ પણ વાંચો- Rain News : વલસાડમાં જીવના જોખમે નદી પાર કરી વાલીઓ બાળકોને મોકલી રહ્યા છે શાળાએ, જુઓ Video
Published on: Jul 24, 2023 02:39 PM
Latest Videos