AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ભાવનગરમાં વરસાદે સર્જી હાલાકી, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, જુઓ Video

Bhavnagar: ભાવનગરમાં વરસાદે સર્જી હાલાકી, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:49 AM
Share

ભાવનગર શહેરમાં વરસાદે હાલાકી સર્જી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. શહેરના કાળીયાબીડ, લીલા સર્કલ અને કુંભારવાડા સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.

ભાવનગરમાં (Bhavnagar) મોડી રાતથી વરસાદ (Heavy Rain) વરસી રહ્યો હતો. ભાવનગર શહેરમાં વરસાદે હાલાકી સર્જી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. શહેરના કાળીયાબીડ, લીલા સર્કલ અને કુંભારવાડા સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.

આ પણ વાંચો : Porbandar: ઘેડ પંથકમાં વરસાદી આફત, કડછ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી, આકાશી દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં 15 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો. ઉમરાળા, ધારુકા, પીપળી, ઈંગોરાળા, દેડકડી, ખીજડિયા, કાપરડી, ભોજાવદર અને ચભાડીયા સહિતના ગામડાઓમાં પાણી ભરાયા હતા. રંધોળી નદીમાં ઘોડાપૂર આવતા નજીકના ગ્રામજનો હેરાન થયા હતા.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">