Ahmedabad : ઓનલાઈન ગેમિંગમાં લાખો રુપિયા હાર્યા વાઈસ પ્રિન્સિપાલ, તો પોતાની જ કોલેજમાંથી લાખો રુપિયાની કરી ચોરી, જુઓ Video

Ahmedabad : ઓનલાઈન ગેમિંગમાં લાખો રુપિયા હાર્યા વાઈસ પ્રિન્સિપાલ, તો પોતાની જ કોલેજમાંથી લાખો રુપિયાની કરી ચોરી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 24, 2025 | 1:50 PM

ગુજરાતમાં અવારનવાર ભષ્ટાચાર, ચોરી, લૂંટ, કૌભાંડની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાંથી રક્ષક જ ભક્ષક બને તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય ચક્તિ થયા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. જેના કારણે ચોરી કરી હતી. મહિલા પ્રિન્સિપાલ ગેમિંગમાં રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચઢ્યા હતા. પોતાની જ કોલેજમાં 8 લાખ રુપિયાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર શુભમ નર્સિંગ કોલેજમાં ઘટના બની હતી. ચોરી બાદ CCTV ચેક કરતા સમયે ભાંડો ફૂટ્યો હતો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા ગઈ હતી.

ચોરી બાદ CCTV ચેક કરાતાં ફૂટ્યો ભાંડો

છેલ્લા 5 થી 6 મહિનાથી મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં રમી રહી હતી. જેમાં તેને લાખો રુપિયા હાર્યા હતા. જેના કારણે તેને ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મેઘાણીનગર પોલીસે આરોપી વાઈસ પ્રિન્સિપાલની ધરપકડ કરી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો