Gandhinagar: વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર છે. હવે વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડમાં પાસ કઢાવવા માટે ધક્કા નહીં ખાવા પડે અને ફોર્મ પણ નહીં ભરવું પડે. કારણ કે રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ કરાશે. 12 જૂન કન્યા કેળવણીની ઉજવણીથી ઈ પાસ સિસ્ટમ અમલમાં મુકાશે. ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, આગામી દિવસોમાં IT અને કોલેજને જોડવામાં આવશે. રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ શરૂ થવાના કારણે અંદાજે 2.32 લાખ મુસાફરો અને 4.92 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
આ પણ વાંચો : જુના સચિવાલયની એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીની ઓફિસમાં લાગી આગ, મહત્વના દસ્તાવેજો આગમાં રાખ, જુઓ Video
સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનો નોકરિયાત વર્ગ બસ મારફતે મુસાફઋ કર્તા હોય છે. ત્યારે બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા વિદ્યાર્થીઓએ મજબૂર બનતા હોય છે ત્યારે હવે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા કરી ઈ પાસ સિસ્ટમ લાગુ કરી વિધ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરી છે. મહત્વનુ છે કે સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો