Gujarati video : મહેસાણામાં વસાઇ પાસે ST બસ અને આઇસર વચ્ચે થયો અકસ્માત, બસમાં સવાર મહિલાનું મોત

Gujarati video : મહેસાણામાં વસાઇ પાસે ST બસ અને આઇસર વચ્ચે થયો અકસ્માત, બસમાં સવાર મહિલાનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 2:08 PM

મહેસાણા (Mahesana) જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. રોડ પર બંધ પડેલા આઇસર સાથે ST બસ અથડાઇ ગઇ હતી.

સલામતી અને સુરક્ષાના સૂત્ર સાથે ચાલતી ST બસનો અકસ્માત (Accident) સર્જાયો છે. મહેસાણા (Mahesana) જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. રોડ પર બંધ પડેલા આઇસર સાથે ST બસ અથડાઇ ગઇ હતી. બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Gujarati video : ભાવનગરના વલભીપુરમાં PHC સેન્ટરની દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર જ નીકળ્યો આરોપી

ST બસ અને આઇસર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર મુસાફરોને બસનો દરવાજો કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ST બસના અવારનવાર અકસ્માત જોતા એવું લાગી રહ્યું છે. જાણે આ સલામતી અને સુરક્ષાની નહીં પણ જોખમી અને મોતની સવારી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">