અધિકારી નહીં ઠગ હતા ! સુરતમાં 98 લાખની છેતરપિંડીનો પર્દાફાશ – જુઓ Video
સુરતના સાયબર ક્રાઇમ સેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વીમાની પોલિસીમાં રિફંડના બહાને લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીઓને સુરતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ઝડપી પાડ્યા છે.
સુરતના સાયબર ક્રાઇમ સેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વીમાની પોલિસીમાં રિફંડના બહાને લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીઓને સુરતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ઝડપી પાડ્યા છે. આરોપી અમિતકુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર અને સુમિતકુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર બંને ભાઈઓ છે.
તપાસમાં ખુલ્યું છે કે, તેમણે વીમા કંપનીના અધિકારી બનીને સુરતના ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના નામે જુદી-જુદી પોલિસી લેવડાવી તેમજ અલગ-અલગ ચાર્જના બહાને 98.85 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આમાંથી 36.81 લાખ રૂપિયા સીધા સુમિતકુમારના ખાતામાં ગયા હતા, જ્યારે 2.5 લાખ રૂપિયા તેની બહેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત, આરોપી સુમિતકુમારે પોતાના ખાતામાં આવેલા પૈસા ઉપાડી પોતાના ભાઈ અમિતકુમારના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું બહાર આવ્યું છે.
બંને આરોપીઓ મોટાભાગે સિનિયર નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. હાલ બંનેની સામે ગુનો નોંધાઇ ચૂક્યો છે અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
