પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદિર વિવાદ: પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી ન થતાં સાધુ સંતોમાં રોષ

પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદિર વિવાદ: પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી ન થતાં સાધુ સંતોમાં રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 2:12 PM

Bhavnagar News : થોડા સમય અગાઉ શિવાલય મુદ્દે હિંદુ મંચે આંદોલન ચલાવતા સરકારે મધ્યસ્થી કરવી પડી હતી. આ વિવાદ માંડ સમ્યો ત્યાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવાવમાં આવેલા CCTVના થાંભલાને નુકસાન કરતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે.

ભાવનગરના પાલિતાણા શેત્રુંજય પર્વત પર ચાલતો વિવાદ વકરી રહ્યો છે. થોડા સમય અગાઉ શિવાલય મુદ્દે હિંદુ મંચે આંદોલન ચલાવતા સરકારે મધ્યસ્થી કરવી પડી હતી. આ વિવાદ માંડ સમ્યો ત્યાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવાવમાં આવેલા CCTVના થાંભલાને નુકસાન કરતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાંક લોકો CCTVના થાંભળાને હટાવી રહ્યા છે. હિંદુ સંગઠનોનો આરોપ છે કે શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને ખોટી રીતે CCTVના લોખંડના થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યો છે અને આ મામલે મંદિરના પૂજારી દ્વારા અરજી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. સમગ્ર વિવાદને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ SP અને IGની બેઠક બોલાવી હતી. જેમાં વિવાદ અંગે ચર્ચા થઇ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આઈજી અને એસપી રેન્કના અધિકારીઓ જોડાયા હતા. આખરે આ ઘટનાનું મૂળ કારણ શું હતુ તેને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, પાછલા કેટલાંક સમયથી શેત્રુંજય પર્વત પરના નિલકંઠ મહાદેવ મંદીરને લઈને પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. પેઢી દ્વારા આ મંદિરના કબજાને લઈને તેમના કર્મચારીને મુકવા માંગતા હોવાનો આરોપ છે. વિવાદ વધુ વકરતા સરકારે મધ્યસ્થતા કરી હતી અને વિવાદ પર પૂર્ણ વિરામ મુક્યું હતું. જોકે CCTVના થાંભલા ઉભા કરવા મુદ્દે તોડફોડની ઘટનાએ ફરી વિવાદને જન્મ આપ્યો છે અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલકોએ મંદિરના પુજારી અને સાથીદારો સામે ફરિયાદ નોંધાવતા વિવાદ વકર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">