Kheda Rain : ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા, વાહનચાલકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 03, 2024 | 5:01 PM

ડાકોરમાં ચોમાસાની શરુઆતમાં બ્રિજની નબળી કામગીરીની પોલ ખૂલી છે. ડાકોરમાં નવા બનાવવામાં આવેલા ત્રિપાંખીયા બ્રિજ ઉપર બ્રિજના જોઈન્ટ પાસે ગાબડું પડતા વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે ચોમાસાની શરુઆતમાં બ્રિજની નબળી કામગીરીની પોલ ખૂલી છે. ડાકોરમાં નવા બનાવવામાં આવેલા ત્રિપાંખીયા બ્રિજ ઉપર બ્રિજના જોઈન્ટ પાસે ગાબડું પડતા વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.ગત 7 માર્ચે 2024 ના દિવસે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર પહેલા ચોમાસામાં નબળી કામગીરીની પોલ ખુલી છે.ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીની સામે આવી છે.આ તરફ માર્ચમાં ઉદઘાટન થયેલા બ્રિજમાં ગબડાં પડતા વાહનચાલકોનું કહેવું છે કે ત્રણથી ચાર મહિના પહેલા બનેલ બ્રિજમાં જો ગાબડા પડવાનું શરૂ થઈ જાય તો તો ચોક્કસથી આમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો