31 ડિસેમ્બરે ગુજરાત–રાજસ્થાન સરહદો પર કડક બંદોબસ્ત, લક્ઝરી બસમાંથી ઝડપાયો દારૂ

31 ડિસેમ્બરે ગુજરાત–રાજસ્થાન સરહદો પર કડક બંદોબસ્ત, લક્ઝરી બસમાંથી ઝડપાયો દારૂ

| Edited By: | Updated on: Dec 31, 2025 | 8:16 PM

નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગુજરાત–રાજસ્થાનની સરહદો પર પોલીસે કડક સુરક્ષા ગોઠવી છે. અમિરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાતા ડ્રાઈવર સહિત બેની અટકાયત કરાઈ.

31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમિરગઢપાથાવાડા, છાપરી બોર્ડર સહિત તમામ સંવેદનશીલ સરહદો પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દારૂ, નશીલા પદાર્થો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કાર્યવાહી તેજ કરાઈ છે. આજે સવારે અમિરગઢ બોર્ડર પરથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી એક લક્ઝરી બસમાંથી દારૂની ત્રણ પેટી ઝડપાઈ હતી.

પોલીસે બસના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓની અટકાયત કરી. ઘટનાને કારણે બસમાં સવાર મુસાફરોને અંદાજે પાંચ કલાક સુધી પરેશાની ભોગવવી પડી. દારૂ અને નશીલા પદાર્થોના કારોબારને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ ચાલુ છે.

આ 5 ખરાબ ટેવો બગાડી શકે છે તમારું લેપટોપ- જાણો શું ન કરવું, વાંચવા માટે અહીં ક્લિક કરો