સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર, ગુજરાતની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 15, 2024 | 12:18 PM

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું મતદાન 2 દિવસ પહેલા જ થયું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરાઈ છે.

Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું મતદાન 2 દિવસ પહેલા જ થયું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરાઈ છે. નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં 27 ટકા OBC અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવુ પણ માનવામાં આવ્યુ છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે.