Rajkot : આતંકીઓને પકડવા ગયેલા ATSની ટીમના નવા CCTV સામે આવ્યા, વેશ બદલીને ઘૂસ્યા હતા ઘરમાં, જૂઓ Video
તપાસ માટે ATSની ટીમ વેશ પલટો કરી આતંકીઓના (Terrorist) ઘરમાં ઘૂસી હતી. CCTVમાં જોવા મળ્યુ છે કે સામાન્ય માણસની જેમ જ ATSના અધિકારીઓએ રેડ કરી હતી. આતંકીઓ જે ઘરમાં ગયા હતા ત્યાંના CCTV સામે આવ્યા છે.
Rajkot : રાજકોટમાં ગુજરાત ATSના (Gujarat ATS) ઓપરેશનના નવા CCTV સામે આવ્યા છે. તપાસ માટે ATSની ટીમ વેશ પલટો કરી આતંકીઓના (Terrorist) ઘરમાં ઘૂસી હતી. CCTVમાં જોવા મળ્યુ છે કે સામાન્ય માણસની જેમ જ ATSના અધિકારીઓએ રેડ કરી હતી. આતંકીઓ જે ઘરમાં ગયા હતા ત્યાંના CCTV સામે આવ્યા છે. આ કેસમાં NIA સહિત અન્ય રાજ્યોની ATS પણ તપાસમાં જોડાઈ છે. કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે આતંકીઓને લઈને ATSની ટેરર ફંડિંગ અંગે તપાસ હાથ ધરાઇ છે. આતંકીઓ રાજકોટમાં ફંડિંગ એકત્ર કરતા હતા. જેથી ત્રણ આતંકીઓના બેંક ખાતાની તપાસ હાથ ધરાઈ રહી છે. આતંકીઓના સંપર્કમાં રહેલા લોકોના બેંક ખાતાની પણ તપાસ થઇ રહી છે. પરિવારજનોના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. 10થી 12 શકમંદોના બેંક ખાતાની પણ તપાસ થશે. બેંક ખાતામાં થયેલા વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે. વિદેશથી કોઈ ફંડિંગ થયું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
