નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 12:20 PM

નડિયાદમાં સંતરામ મંદિરે શ્રદ્ધાળુઓ પોતાનું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળવાની માનતા રાખે છે. શ્રદ્ધાળુ પોષી પૂનમે સંતરામ મંદિરે દર્શન કરી ગાદીપતિ મહંતના આશીર્વાદ મેળવી મંદિરના પરિસરમાં જય મહારાજના નાદ સાથે બોરની ઉછામણી કરે છે.

નડિયાદ (Nadiad)શહેરમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિર (Santram Temple) આવેલું છે. ચરોતર પંથકનું હૃદયસમાન સંતરામ મંદિરમાં સોમવારે પોષી પૂનમ (Poshi Poonam)નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર (Bor Arpan)સાથે આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો મંદિરના દર્શનનો લ્હાવો માણશે.

નડિયાદમાં સંતરામ મંદિરે શ્રદ્ધાળુઓ પોતાનું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળવાની માનતા રાખે છે. શ્રદ્ધાળુ પોષી પૂનમે સંતરામ મંદિરે દર્શન કરી ગાદીપતિ મહંતના આશીર્વાદ મેળવી મંદિરના પરિસરમાં જય મહારાજના નાદ સાથે બોરની ઉછામણી કરે છે. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મંદિરમાં પ્રવેશ અપાશે તેમ જાણવા મળી રહ્યું છે. પોષી પૂનમના આગલા દિવસથી શહેરમાં સંતરામ રોડ પર બોરની લારીઓ જોવા મળી હતી. આ બોર રૂ.૩૦ થી ૪૦ ના કિલોના ભાવે વેચાય છે. પરંતુ પૂનમે બોરના ભાવમાં વધારો જોવા મળે છે. પોષી પૂનમે કોરોના મહામારીમાં સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા તંત્ર તેમજ મંદિરના વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.

190 વર્ષ પછી બીજી વખત બોર ઉછામણી નહીં થાય, બોર અર્પણ કરાશે

હજારો વર્ષોથી સંતરામ મંદિરની પોષીપૂનમ-બોલતી પૂનમ-બોર પૂનમને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સતત બીજા વર્ષે પણ સંતરામમાં બોર ઉછામણી નહીં થાય. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં બોર ઉઘરાવવા માટે વિવિધ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે ભક્તોના બોર મેળવીને જયમહારાજને પધરાવશે અને ભક્તો સમાધિસ્થાનના દર્શન કરીને પોતાની માનતા પૂરી કરશે તથા પ્રસાદ મેળવી શકશે.

આ પણ વાંચો :  રાજકોટઃ LRD-PSI ભરતીના નામે 12 ઉમેદવારો પાસેથી માતબર રૂપિયા ખંખેર્યા, પોલીસે બે આરોપીને દબોચી લીધા

આ પણ વાંચો : અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">