નવસારી વીડિયો : રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો, તપાસનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો

|

Jun 13, 2024 | 9:50 AM

નવસારીની એક મહિલાએ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવાનોને ઠગ્યા છે. મહિલાએ યુવાનો પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીની એક મહિલાએ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવાનોને ઠગ્યા છે. મહિલાએ યુવાનો પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઠગબાજ મહિલાનું નામ રિશિદા ઠાકુર છે. જેણે વર્ષ 2021માં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપિન કુશવાહા અને તેના મિત્ર અભિષેક પટેલને ઠગી લીધા છે. આ બંને યુવાનોને પહેલા તો રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમને ભોળવીને ફસાવ્યા હતા. મહિલાએ વિશ્વાસ અપાવવા  રેલવેનો કોલ લેટર અને ID કાર્ડ આપ્યું અને દિલ્લીના રેલવે યાર્ડમાં તાલીમ પણ અપાવી પરંતુ તાલીમ પૂરી થયા બાદ જ્યારે બંને યુવકોએ નોકરી માગી ત્યારે, રિશિદા ઠાકુરે ગલ્લાતલ્લા બતાવ્યા હતા. આ ષડયંત્રમાં રિશિદા સાથે તેના દિલ્લીના સાગરીતો જગમિતસિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા અને ગોરખ ધામા નામના શખ્સો પણ સામેલ હતા. રિશિદા અને તેના 4 મિત્રોએ મળીને બંને યુવાનો પાસેથી મોટી રકમ પડાવીને છેતરપિંડી આચરી છે. જો કે યુવાનોને છેતરપિંડીની જાણ થતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે, આરોપી રિશિદા અને તેના સાગરીતોએ યુપી અને ગુજરાતના 33 જેટલા યુવાનોને ઠગ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે ફરાર આરોપીની શોધખોળ અને રિશિદા સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ભરૂચ વીડિયો : ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં? ઉદ્યોગ મંડળ અને GIDC વચ્ચે વિવાદ સર્જાયો

Next Video