Navsari : ચીખલીના સાદકપોર ગામે મોડીરાત્રે આદમખોર દીપડાએ યુવતીનો લીધો જીવ, જુઓ Video
નવસારીમાં મોડીરાત્રે આદમખોર દીપડાએ યુવતીનો જીવ લીધો છે. ચીખલીના સાદકપોર ગામનો આ બનાવ છે. ઘરના વાડામાં નીકળતા દીપડાએ યુવતી પર હુમલો કર્યો છે. છાયા નામની યુવતીને દીપડો ખેંચીને જંગલ વિસ્તારમાં લઇ ગયો. ગ્રામજનોએ યુવતીને શોધતા તેનો મૃતદેહ મળ્યો હતો. યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવસારીના ચીખલીના સાદકપોર ગામે મોડી રાત્રે આદમખોર દીપડાએ યુવતીનો જીવ લીધો. 24 વર્ષીય યુવતી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા બાદ દીપડો યુવતીને ખેંચીને જંગલ વિસ્તારમાં લઇ ગયો. જયાં ગ્રામજનોએ યુવતીની શોધખોળ કરતા મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો.
યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું. વન વિભાગે ઘટનાસ્થળની મુલાકાત લઈ દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દીપડાઓની વધી રહેલી વસ્તી માનવ જીવન માટે ભય ઊભી કરનારી બની રહી છે. નવસારી જિલ્લામાં માનવ ભક્ષી દીપડાએ 24 વર્ષીય યુવતીને શિકાર બનાવી છે. જેને લઇને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં સાંજના સમયે આ મહિલાને દીપડાએ શિકાર બનાવી હતી. ગળાના ભાગે પંજા માર્યા હતા. ગતરોજ દીપડાએ વાછરડાનું પણ મારણ કર્યું હતું. મહત્વનુ છે કે અગાઉ વન વિભાગને જાણ કરવા છતાં યોગ્ય પગલા ના લેતા માનવ ભક્ષી દીપડાએ મહિલાને શિકાર બનાવી છે. ત્યારે લોકો વન વિભાગ વહેલી તકે દીપડા પકડવા માટે પાંજરા મૂકે તેવી માગ કરી રહ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)