Navsari Video: ચીખલીના રાનકુવા ગામે કારચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, CCTVમાં કેદ થયા દ્રશ્યો
નવસારીમાં ચીખલીના રાનકુવા ગામે સામે આવી છે. CCTVમાં દેખાતી પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર દુકાનમાં અથડાઈ છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
Navsari : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. કારચાલકોને જાણે કોઈ ડર જ ના રહ્યો હોય તેમ બેફામ બન્યા છે. આવી વધુ એક ઘટના નવસારીમાં ચીખલીના રાનકુવા ગામે સામે આવી છે. CCTVમાં દેખાતી પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર દુકાનમાં અથડાઈ છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે રાહદારી કે વાહન અડફેટે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે મોટો સવાલ એ છે કે બેફમ કારચાલકો પર લગામ ક્યારે આવશે?
આ પણ વાંચો : Navsari: શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે દીપડીના આંટાફેરા જોવા મળ્યા, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ, જૂઓ Video
તો બીજી તરફ ગાંધીનગરમાં વધુ એક તથ્યકાંડ જેવી ઘટના બનતા રહી ગઇ હતી. ગાંધીનગરના ઘ રોડ પર પોલીસ લખેલી કાર લઇને જઇ રહેલા યુવાને બેફામ કાર ચલાવી શ્રમજીવી મહિલા પર ચઢાવી દીધી હતી. પુરઝડપે જઇ રહેલી મારૂતિ અર્ટીગા કારના ચાલકે કંટ્રોલ ગુમાવતા કાર ફૂટપાથ કૂદીને સર્વિસ રોડ તરફ પહોંચી ગઇ હતી અને ત્યાં સુઇ રહેલી શ્રમજીવી મહિલાને કચડીને ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
