Navsari : શહેરનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો, 6 વર્ષ પૂર્વ આ પ્રોજેકટ અંગે કરવામાં આવી હતી રજૂઆત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 16, 2023 | 6:13 PM

નવસારી શહેરને રિવરફ્રન્ટ મળવાનું સ્વપ્ન અધૂરૂં જ રહ્યું છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે નવસારી શહેરને મળેલો રિવર ફ્રન્ટ અટવાઈ પડ્યો છે. પૂર્ણા નદીના કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ વર્ષોથી રખડી પડ્યો છે. 2020-21ના વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ ચર્ચામાં રહ્યો હતો. ​​​​​​​અહીંની નવસારી- વિજલપોર નગરપાલિકાને પણ પ્રોજેક્ટ બનવાની આશા હતી. જેથી પાલિકાના 2021-22 ના બજેટમાં તો પૂર્ણા રિવરફ્રન્ટ બનાવવા નગરપાલિકા સરકાર સાથે પ્રયત્ન કરશે એવી ઘષણા સુદ્ધા પણ કરી હતી.

નવસારી શહેર માટે મહત્વનો ગણાતો પૂર્ણા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાલ ખોરંભે ચડ્યો છે. નવસારી શહેર માંથી પસાર થતી પૂર્ણા નદીના કાંઠે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. રિવરફ્રન્ટ બનાવવા તત્કાલિન ધારાસભ્ય એવા પિયુષ દેસાઈએ 6 વર્ષ પહેલા આ અંગે રજુઆતો કરી હતી. સરકારને પણ પ્રોજેક્ટ યોગ્ય લાગતા સ્થાનિક આર્કિટેક મારફત પ્રોજેક્ટની ડિઝાઈન પણ બનાવાઈ હતી.

મહત્વનુ છે કે આ પ્રોજેકટ અંગે 10 કરોડ જેટલો ખર્ચ માટેનો પણ અંદાજ મુકાયો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટમાં કોઈ જ પ્રગતિ થઈ નથી અને હાલ ટલ્લે મુકાયો છે. ત્યારે શહેરીજનો પણ રિવરફ્રન્ટ મળે એવી આશાઓ સેવી રહ્યા છે.

2020-21ના વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ ચર્ચામાં રહ્યો હતો. અહીની નવસારી વિજલપોર નગરપાલિકાને પણ આ મહત્વનો જે પ્રોજેક્ટ છે તે વહેલી તકે બનશે તેવી આશા હતી. જે સમગ્ર બાબતોને લઈ પાલિકાના દ્વારા આ અંગે 2021-22 ના બજેટમાં તો પૂર્ણા રિવરફ્રન્ટ બનાવવા નગરપાલિકા સરકાર સાથે પ્રયત્ન કરશે તેવી પણ વાત કરી હતી. ત્યારે નવસારીના ખાનગી આર્કિટેક્ચર પાસે ડિઝાઇન પણ બનાવવા માટે આપવામાં આવી હતી પરંતુ એ દિશામાં આજ સુધી કોઈ કામગીરી નથી થઈ.

આ પણ વાંચો : Navsari : ચીખલીના સાદકપોર ગામે મોડીરાત્રે આદમખોર દીપડાએ યુવતીનો લીધો જીવ, જુઓ Video

નવસારીનો પૂર્ણા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે હાથ ઉપર લેવામાં આવ્યો ત્યારે વિરાવળ પુલ નજીક પૂર્ણા ટાયડલ ડેમ બનાવવાને મંજુરી મળી ન હતી. પરંતુ 9 મહિના પહેલા કુલ 110 કરોડના ડેમને મંજુરી મળી ગઇ હતી. મળતી માહિતી મુજબ ડેમ વિરાવળ પુલથી 500 મીટર પૂર્વ બાજુએ બની રહ્યો છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 05:54 PM