Nasir Nagar Demolition : એસીબી તપાસ કરે, વ્યવહાર વિના મકાનો ના બને, કપચીની ગાડી ઉતરે એટલે સુપરવાઈઝર પહોંચી જતો હોય છેઃ MLA વિનુ મોરડીયા

| Edited By: | Updated on: Jun 11, 2026 | 5:52 PM

ભાજપના જ ધારાસભ્યે, ભાજપ હસ્તકના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જણાવ્યું છે. વિનુ મોરડીયાએ ત્યા સુધી કહ્યું કે, સમગ્ર મામલે ઉચ્ચકક્ષાની તપાસ જરૂરી છે. ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરોની પણ તપાસ થવી જોઈએ. વ્યવહાર વિના મકાનો નથી બનતા. કપચીની ગાડી ઉતરે એટલે સુપર વાઈઝર પહોચી જાય છે.

સુરતના નાસિરનગરમાં થયેલા ભેદી તોડફોડ મુદ્દે હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલા તોડફોડનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોચ્યો છે. આ સમય સુધી સુરતના તંત્રે ખોખારીને કહ્યું નહોતું કે, ડિમોલેશન તેમણે કર્યું છે. જો કે, એકાએક નાટ્યાત્મક રીતે સુરતના એક અધિકારીએ જાહેર કર્યું કે, નાસિરનગરમાં કરાયેલ ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમ અનુસાર કરવામાં આવ્યું છે. જો કે, આની સામે ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ વેધક સવાલ કર્યા છે. જો સુરત મહાનગરપાલિકાએ કર્યું હતું તો અત્યાર સુધી કેમ ખોંખારીને કહેવાયું નહોતુ.

વિનુ મોરડીયાએ ત્યા સુધી કહ્યું કે, સમગ્ર મામલે ઉચ્ચકક્ષાની તપાસ જરૂરી છે. ખાસ કરીને એન્ટી કરપ્શન બ્યુરોની પણ તપાસ થવી જોઈએ. વ્યવહાર વિના મકાનો નથી બનતા. કપચીની ગાડી ઉતરે એટલે સુપર વાઈઝર પહોચી જાય છે. આ સમગ્ર પ્રકરણ કોના માટે રચાયું હતું. કોને ફાયદો થઈ રહ્યો છે. કેમ અત્યાર સુધી કોઈ બોલ્યું નહીં. આખરે એકાએક કેમ જાહેર થયુ. હાઈકોર્ટ માં કેસ હતો ત્યા સુધી કેમ કોઈએ કબુલ્યું નહીં તે તોડફોડ મનપાએ કરાવી છે. અને હવે એકાએક કબૂલાત થઈ રહી છે. આ બધુ શંકા પ્રેરે તેમ હોવાનું વિનુ મોરડીયાએ કહ્યું છે.

Breaking News : તંત્રની બેદરકારી જ કહેવાય ને..! અંકલેશ્વરમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી, જુઓ Video

Follow Us