Narmada : છેવાડાના ગામોમાં વિકાસની વરવી હકીકત ! વીજપોલ મૂકીને લોકો ખાડી પાર કરવા મજબૂર, જુઓ Video

Narmada : છેવાડાના ગામોમાં વિકાસની વરવી હકીકત ! વીજપોલ મૂકીને લોકો ખાડી પાર કરવા મજબૂર, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2025 | 2:53 PM

નર્મદાના ગરૂડેશ્વરના ઝરવાણી ગામમાં લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગરૂડેશ્વર ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પર પુલની સુવિધા ન હોવાથી ગ્રામજનો રોજ જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે.

નર્મદાના ગરૂડેશ્વરના ઝરવાણી ગામમાં લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગરૂડેશ્વર ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પર પુલની સુવિધા ન હોવાથી ગ્રામજનો રોજ જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ગામના લોકોએ ભેગા મળીને વીજ થાંભલા ગોઠવી અવરજવરની કામચલાવ વ્યવસ્થા ઉભી કરી હતી.

ગામના લોકોનો આક્ષેપ છે કે ગામની આ ખાડી ઉપર પુલ કે કોઝવે જેવું નાળુ બનાવવામાં આવે એની ગ્રામજનો દ્વારા વર્ષોથી માગ કરવામાં આવી રહી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. પરિણામે ગામના લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.

વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવાની મજબૂરી

બીજી તરફ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ઝરવાણી ગામના લીંબાડા ફળિયાના જ જાગૃત નાગરિકે વીડિયો બનાવી સમસ્યા રજૂ કરી જણાવ્યું કે, તેઓ રોજ જીવના જોખમે આ રીતે પાણીમાંથી અવરજવર કરે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાઈ જવાથી લીંબાડા ફળિયાનો ઝરવાણી ગામ સાથે સંપર્ક તૂટી જાય છે. લીંબાડા ફળિયામાં અન્ય સગર્ભાઓ પણ છે. ચોમાસું પણ ચાલી રહ્યું છે. તેવા સમયે જો ખાડીમાં આવનારા સમયમાં સમસ્યા વધુ વકરી શકે છે.

ગામના સરપંચે અનેક રજુઆત બાદ રસ્તો અને પુલ મંજૂર કરાવ્યો છે. પરંતુ કોન્ટ્રક્ટરની બેદરકારીથી કામ ચાલું ન થતા હાલાકી પડતી હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે સરકાર અને નેતાઓ લીંબાડા ફળિયાની સમસ્યા તરફ ધ્યાન આપે તો વહેલી તકે ગ્રામજનોને રાહત મળી શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો