Narmada : જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતમાં(Gujarat)  હવામાન(IMD) વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડયો છે. જેમાં નર્મદા(Narmada)  જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 10:25 PM

ગુજરાતમાં(Gujarat)  હવામાન(IMD) વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડયો છે. જેમાં નર્મદા(Narmada)  જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સવારથી ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે સાંજે વરસાદનું આગમન થયું છે. જેમાં રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.

રાજ્યમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. ભાદરવાના આકરા તાપ અને ભારે ઉકળાટ બાદ પાટનગર ગાંધીનગર  માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમા દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સરેરાશ એક કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ  ખાબકી ગયો હતો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ   જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના આગમન પહેલા અસહ્ય ઉકળાટનો સામનો ગાંધીનગર વાસીઓ કરી રહ્યા હતા ત્યારે ગાંધીનગરમાં પણ વરસાદે મન મુકીને વરસી જતા વાતાવરણ આહ્લાદક બન્યુ હતુ.

મહેસાણામાં સતત બીજા દિવસે વરસાદ

આ તરફ મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. મહેસાણાના વિસનગર અને વડનગરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ છવાતા વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">