નર્મદા : ડેડીયાપાડામાં પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત, જુઓ વીડિયો
નર્મદા : ભારે વરસાદમાં ડીડીયાપાડામાં ધોવાયો પુલ અને હાલાકીની હારમાળા શરૂ થઇ છે. અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.
નર્મદા : ભારે વરસાદમાં ડેડીયાપાડામાં ધોવાયો પુલ અને હાલાકીની હારમાળા શરૂ થઇ છે. અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.
અહીં એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે મોવીથી ડેડીયાપાડાને જોડતા પુલનો એક ભાગ ધોવાયો અને મુખ્ય માર્ગ પરના પુલનો મોટો હિસ્સો ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાંસદનો દાવો છે કે ત્વરિત અસરથી નવો બ્રિજ તૈયાર કરવો મુશ્કેલ છે પરંતુ યોગ્ય ડાવર્ઝન આપવા તેઓએ અધિકારીઓને સૂચના આપી દીધી છે.જોકે ડાયવર્ઝન પણ ભારે વરસાદમાં ધોવાણ થવાનો ભય સાંસદે વ્યક્ત કર્યો છે.મહત્વપૂર્ણ છે કે ધોવાયેલો પુલ 45 વર્ષ જૂનો હતો જેની મરામતનું કામ ચાલુ હતું તે સમયે આ ઘટના સર્જાઇ હતી.
આ પણ વાંચો : નર્મદા : ડેડીયાપાડામાં પૂલ તૂટી જવા લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર, જુઓ વીડિયો