Narmada : આદિવાસી સમાજે આવતીકાલ માટે કેવડિયા બંધનું આપ્યું એલાન
SOUના PROએ આ અંગે સોશિયલ મીડિયામાં લેખિતમાં ઓડિયો ક્લિપ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે, તે અર્ધસત્ય છે.
નર્મદાના આદિવાસી સમાજમાં (Tribal society) હાલ ભારે રોષ છે અને તેને કારણે આવતીકાલ માટે આદિવાસી સમાજે કેવડિયા (Kevadia)બંધનું (Close) એલાન આપ્યું છે. આદિવાસીઓનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં નાયબ કલેક્ટર નિલેશ દુબેનો અવાજ છે. આ અધિકારી સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ અને નારાજગી છે. જોકે ટીવીનાઈન આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.
સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના PROએ આ અંગે સ્પષ્ટતા કરી છે. SOUના PROએ આ અંગે સોશિયલ મીડિયામાં લેખિતમાં ઓડિયો ક્લિપ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે, તે અર્ધસત્ય છે. જો આખી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવે તો સમગ્ર હકિકત સામે આવશે. આ અંગે સ્પષ્ટતા કરતા લખવામાં આવ્યું છે કે આ કોઈ આખા સમાજ માટે નહીં પણ એક વ્યક્તિ માટે કહેલી વાત છે. છતાં જો કોઈ સમાજની લાગણી દુબાઈ હોય તો અધિકારીએ માફી માગી છે.
આ પણ વાંચો : Anand : મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટર- જિલ્લા વિકાસ અધિકારીએ બાળકો સાથે મધ્યાહન ભોજન આરોગ્યુ
આ પણ વાંચો : Surat : પોલીસ વિભાગની ડુપ્લીકેટ રસીદ બનાવી ઉઘરાણી કરતા બે લોકરક્ષક સામે ગુનો નોંધાયો