Narmada: નાંદોદ તાલુકા પંચાયતનો કર્મચારી માત્ર 10 રૂપિયાની લાંચ લેતા પકડાયો
રાજ્યમાં લાંચ લેતા કર્મચારીઓ અને અધિકારીઓની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. જો કે માત્ર રૂપિયા 10 માટે પોતાની ઈમાનદારીને વેચી દે તેવી ઘટના ખૂબ ઓછી બનતી હોય છે.
મોંઘવારીના યુગમાં લોકોની ઈમાનદારી હવે સાવ સસ્તી થઈ ગયું હોય તેવુ લાગી રહ્યું છે. કર્મચારીઓ (Government employees) લાંચ લેતા હોવાની ઘટના અવાર નવાર સામે આવી રહી છે. ફરી એકવાર લાંચ (Bribe) માગતો લાંચિયો કર્મચારી ઝડપાઈ ગયો છે. જો કે માત્ર 10 રૂપિયાની લાંચ માગનાર કર્મચારીને શું કહેશો? નર્મદા જિલ્લામાં માત્ર 10 રૂપિયાની લાંચ લેતો એક કર્મચારી પકડાયો છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતનો કર્મચારી અરજદાર પાસેથી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરો (Anti-Corruption Bureau)ના હાથે ઝડપાયો છે. જો કે નાંદોદ તાલુકા પંચાયતનો કર્મચારી અરજદાર પાસેથી માત્ર 10 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતનો કોન્ટ્રાક્ટ બેઝ DRDAના કમ્પ્યુટર ઓપરેટર પ્રવિણ તલારે લાંચ માગી હતી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કમ્પ્યુટર ઓપરેટર પ્રવિણ તલારે અરજદાર પાસેથી માત્ર 10 રૂપિયાની લાંચ માગતા ઝડપાયા હતા. BPL કાર્ડ કઢાવી આપવાના પેટે અરજદાર પાસેથી કર્મચારીએ માત્ર 10 રૂપિયાની માગ્યા હતા. વળી 10 રૂપિયાની લાંચ લેતા આ કર્મચારી ACBના હાથે ઝડપાયો છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ કર્મચારીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે રાજ્યમાં લાંચ લેતા કર્મચારીઓ અને અધિકારીઓની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. જો કે માત્ર રૂપિયા 10 માટે પોતાની ઈમાનદારીને વેચી દે તેવી ઘટના ખૂબ ઓછી બનતી હોય છે. સામાન્ય કામ કઢાવવા આવતા નાગરિકો પાસેથી નજીવા રૂપિયાની લાંચ માગીને પણ લૂંટવાનું આવા લાંચિયા અધિકારીઓ બક્ષતા નથી.
આ પણા વાંચોઃ Vadodara: લો બોલો! “કોરોનાથી બચવા માસ્ક પહેરો”, માસ્ક પહેર્યા વગર ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની લોકોને સલાહ
આ પણ વાંચોઃ Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર

સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત

ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના

અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે

સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
