નર્મદા : કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા,જુઓ વીડિયો

|

Jul 25, 2024 | 9:57 AM

નર્મદા: કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા છે. ડેમની જળ સપાટી 107 મીટર પર પહોંચી જતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેમનું રુલ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કરજણ ડેમમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેડીયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદથી પાણીની આવક થઇ છે. નોંધનીય છે કે કરજણ ડેમની ભયજનક જળસપાટી 116.11 મીટર છે.

કરજણ ડેમમાંથી પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. અહીં પુલ નજીક પાણી જોખમી સ્તરે પહોંચી જતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. કરજણ નદી પર બનાવવામાં આવેલા પુલને પાણીનો પ્રવાહ સ્પર્શી રહ્યો છે.કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેતી ના ભાગ રૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નદીમાં જળ સ્તર વધતા કાંઠા ના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવવા CM ભૂપેન્દ્ર પટેલે લીધી નર્મદા કેનાલની મુલાકાત, જુઓ તસવીર

Published On - 9:57 am, Thu, 25 July 24

Next Video