AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એકતા દિવસની ઉજવણીને ઐતિહાસિક બનાવવા તૈયારીઓને અંતિમ ઓપ અપાયો

“એકતા દિવસ”ની ઉજવણીને ઐતિહાસિક બનાવવા તૈયારીઓને અંતિમ ઓપ અપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 9:09 AM
Share

Narmada : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની  એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે  ઉજવણી કરવામાં આવશે. એકતા દિવસની ઉજવણી શાનદાર રીતે થશે અને તે અવસરે વિવિધ આકર્ષણો જોવા મળશે.

નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની  એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે  ઉજવણી કરવામાં આવશે. એકતા દિવસની ઉજવણી શાનદાર રીતે થશે અને તે અવસરે વિવિધ આકર્ષણો જોવા મળશે.કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે  કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ અને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું ફાઇનલ રિહર્સલ એકતાનગર ખાતે યોજાયું હતું.

Shweta Tewatia, Collector - Narmada District

Shweta Tewatia, Collector – Narmada District

રિહર્સલ બાદ એકતાનગર ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની રીવ્યુ બેઠક મળી હતી. આ અવસર યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે સંકલનનો અભાવ ન રહેતે ઉપર ભાર મુકવા અનુરોધ કરવામાં આવ્યો હતો.આ બેઠક બાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની તૈયારીનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો.

narmada unity day rehearsal (2) (1)

આવતીકાલે સરદાર પટેલ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આકાર પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ મુલાકાત લઇ રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન સાથે લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’નું વિશેષ આકર્ષણ એવા પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું પણ પ્રધાન મંત્રી નિરીક્ષણ કરશે. તો બીજી તરફ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 30, 2023 08:32 AM
g clip-path="url(#clip0_868_265)">