International Yoga Day: બનાસકાંઠાના નડાબેટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરી, જુઓ Video

|

Jun 21, 2024 | 8:32 AM

દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.

International Yoga Day : દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી  રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરી.

ગુજરાતમાં નડાબેટ ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ નડાબેટમાં વિવિધ યોગાસન કર્યા હતા.

ગુજરાતના 312 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી .સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું કંઈ નથી. આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ,જીવનને યોગમય બનાવીએ અને યોગ થકી ઉત્તમ મનુષ્ય , ઉત્તમ સમાજ અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:45 am, Fri, 21 June 24

Next Video