વડોદરામાં દર ચોમાસે આવતા વિશ્વામિત્રીના પૂરને નાથવા મનપાએ તૈયાર કર્યો ખાસ એક્શન પ્લાન- Video

|

Sep 10, 2024 | 3:52 PM

વડોદરામાં શહેરની મધ્યમાંથી સર્પાકાર રીતે વહી રહી વિશ્વામિત્રીન નદીના પાણી દર વર્ષે ચોમાસામાં શહેરમાં ફરી વળે છે અને પૂરની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પુરા શહેરને બાનમાં લીધુ હતું અને વડોદરા માટે આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે. વધુ વરસાદ થાય એટલે પૂરના પાણી વડોદરા શહેરમાં તારાજી લાવે છે. વડોદરામાં પૂરની સમસ્યના ઉકેલ માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે..પૂર આવ્યા પછી પાલિકા પોતાની ભૂલ સ્વીકારી અને લોકોને મદદ નહીં કરી શક્યા હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હવે આગામી સમયમાં ફરીવાર આ પ્રકારની પરિસ્થિતિના સર્જાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

જે રીતે તાજેતરના પૂરે વડોદરામાં તારાજી સર્જી તેનાથી વડોદરાવાસીઓને અપાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી. પૂરમાં ડૂબેલા વડોદરાના દ્રશ્યો હજુ બધાની આંખ સામે તરવરે છે. ત્યારે વડોદરા મનપાના વિપક્ષએ સરકાર અને મનપાના સત્તાધીશોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.વડોદરા મનપાના પૂર્વ વિપક્ષ નેતા અમિ રાવતે દાવો કર્યો કે વડોદરામાં પૂરની સમસ્યાના સમાધાન માટે કોઈ નક્કર પ્લાન તૈયાર કરાયો નથી. પૂર આવ્યું એટલા માટે સરકારે ફંડની જાહેરાત કરી દીધી પરંતુ કંઈ આયોજન કરાયું નથી.

વડોદરામાં પૂરની સમસ્યા ટાળવા માટે મનપા લાંબાગાળાનું આયોજન કરી રહી છે. સૌ પ્રથમ તો વિશ્વામિત્રી નદીના વહેણ અટકવતા દબાણો દૂર કરવા, કાંસની સફાઈ કરવી, કાંસની પહોળાઈ વધારવી. આ ઉપરાંત વિશ્વામિત્રીનું પાણી ડાયવર્ઝન કરી ખાસ કરીને ત્રણ હરીપુરા અને ધનોરા પર તળાવમાં પણ નાંખવામાં આવે તો પૂર પર નિયંત્રણ મેળવી શકાય તે પ્રકારના આયોજનો થઈ રહ્યા છે.

Input Credit- Anjali Ojha- Vadodara

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video