Bharuch : અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ સાથે મુમતાઝ પટેલે CMને લખેલા પત્ર પર ગરમાયું રાજકારણ – Video
ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીમાં વળતરની માંગ કરી. મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી માંગ કરી. વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. જોકે સોશિયલ મીડિયા પરની મુમતાઝ પટેલની પોસ્ટને લઈ વિવાદ સર્જાયો છે.
ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ કરી. મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી આ સમગ્ર બાબતે ઘટતું કરવા માંગ કરી. ખાસ કરીને વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુક્સાન થયું છે.
કેટલીક જગ્યા પર ઘરમાં પાણી ઘસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. અઢી મહિનાથી સતત વરસાદના કારણે વાવેતર ના થયું. ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ કરવામાં આવી છે.
આ સાથે મુમતાઝ પટેલની એક પોસ્ટ સોશિયલ મીડિયા સાથે રાજનીતિમાં વિવાદનું કારણ બની છે. મુમતાઝ પટેલે CM પટેલને પત્ર લખીને પૂર પીડિતોને સહાય ચૂકવવાની માગ કરી હતી. મુમતાઝે આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી, ટ્વીટ પર પોસ્ટ બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે પ્રહાર કર્યો. ભૂષણ ભટ્ટે અચાકન ભરૂચના નાગરિકો માટે પ્રેમ ઉમટવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું, સાથે જ દિલ્લીના દરબારમાંથી પત્ર લખવા મુદ્દે દુ:ખ પણ વ્યક્ત કર્યું.