Valsad Video : વાપીમાંથી બાળ તસ્કરીની આશંકાએ એક મહિલા 6 બાળકી સાથે ઝડપાઈ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરશે પુછપરછ

|

Jun 26, 2024 | 1:29 PM

વલસાડના વાપીમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધામા નાખ્યા છે. વાપીમાં બાળ તસ્કરી મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડના વાપીમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધામા નાખ્યા છે. વાપીમાં બાળ તસ્કરી મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. બાળકોના વેચાણની આશંકાએ મહિલા 6 બાળકો સાથે ઝડપાઈ હતી.મુંબઈથી વિશાખાપટ્ટનમાં વેચેલી બાળકીના તાર વાપીમાં જોડાયા છે. બાતમીના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભિક્ષુકોને બિસ્કિટ આપવાના બહાને તપાસ કરી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ મહિલા 6 બાળકો સાથે મળી આવતા પૂછપરછ કરાઈ હતી. બાળકો અને મહિલાના DNA ટેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જો આ બાળકોને મહિલાના જ છે કે નહી તેની આશંકા છે. જેના પગલે DNA ટેસ્ટ કર્યા પછી જ વધુ ખુલાસો થશે. 6 બાળકો સહિત મહિલાનો DNA ટેસ્ટ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 6 બાળક અને મહિલાને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું બાળકોને વલસાડ વેચાણ માટે લાવવામાં આવ્યા હતા ?

મુન્દ્રામાંથી 2 બાળક થયા હતા ગાયબ

આ અગાઉ પણ આ જ પ્રકારની ઘટના ગુજરાતમાં બની હતી. કચ્છમાં રહેતા એક પરિવારના 2 બાળકો એક સાથે ગુમ થઈ ગયા હતા. તેમના માતા- પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ માતા -પિતાએ ભિક્ષુકનો વેશ ધારણ કરી બાળકને શોધવા નીકળ્યા હતા. મુન્દ્રાના દંપત્તિએ બિકાનેર પોલીસની મદદથી બંન્ને બાળકોને બિકાનેર-હાવડાથી શોધી કાઢ્યા હતા. બાળકો ખુલાસો કર્યો હતા કે તેમને ભીખ મંગાવતી એક ગેંગ ઉપાડી ગયા હતા. એટલુ જ નહી વધારે ભીખ મળે તે માટે મુંડન પણ કરાવ્યુ હતુ.

( વીથ ઈનપુટ – અક્ષય કદમ, વલસાડ ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:28 pm, Wed, 26 June 24

Next Video