કે ડી સાગઠિયાએ અમરેલી APMCની જમીન NA કરાવવા માગ્યા હતા અઢી લાખ રૂપિયા- ભરત કાનાબાર- Video

|

Jun 01, 2024 | 5:11 PM

સાંસદ રામ મોકરીયા બાદ વધુ એક ભાજપના નેતાએ રાજકોટના ફાયર અધિકારી મનસુખ સાગઠિયા સામે ગંભીર આરોપ લગાવ્યો છે. અમરેલીના ભરત કાનાબારે ફાયર અધિકારીને લાંચ આપવા બાબતે મોટો ખૂલાસો કર્યો છે.એમ.ડી. સાગઠિયા મોટાભાઈ કે.ડી સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે

રાજકોટથી ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટના ફાયર અધિકારી મનસુખ સાગઠિયા સામે NOC માટે 70 હજારની લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સાંસદ રામ મોકરિયા ખુદ વિવાદમાં આવ્યા હતા. આ બાદ ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભાજપના વધુ એક નેતાએ મોટો ખૂલાસો કર્યો છે. ભાજપના એમ.ડી. સાગઠિયાના મોટાભાઈ કે.ડી. સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો પાસેથી કે.ડી.સાગઠિયાએ અઢી લાખ માગ્યા હતા. APMCની જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા માટે રૂપિયા લીધા હતા

ભરત કાનાબારના આરોપ મુજબ વર્ષ 2015માં કેડી સાગઠિયા એડીશનલ ચીફ ટાઉન પ્લાનર હતા, એ સમયે તત્કાલિન સીએમને ફરિયાદ કરી હોવાનો ભરત કાનાબારે દાવો કર્યો છે. આનંદીબેનના હસ્તક્ષેપ બાદ કે.ડી. સાગઠિયાએ રૂપિયા પરત કર્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડની ખરીદેલી જમીનની આજે પણ મંજૂરી ન મળી હોવાનુ ભરત કાનાબારે જણાવ્યુ છે.

 

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક માલેતુઝારના સગીર દીકરાએ સર્જ્યો અકસ્માત, બેફામ સ્પીડે ફોર્ચ્યુનર હંકારી સગીરાને લીધી અડફેટે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video