સાંસદ મનસુખ વસાવા DyCM સંઘવીની હાજરીમાં બન્યા બેફામ, MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, સાંસદ એકાએક આગ બબુલા થઈને ચૈતર વસાવા ઉપર ભડકી ઉઠ્યા હતા. મનસુખ વસાવાએ, સામાન્ય રીતે જાહેર મંચ ઉપરથી વિરોધી માટે ના બોલાય તેવી શૈલીમાં ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા.
આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે બેફામ સંબોધન કર્યું હતું. સામાન્ય રીતે રાજકારણમાં એક પ્રકારની મર્યાદામાં સંબોધન કરવામાં આવતુ હોય છે. સંબોધનની ભાષામાં પણ વિરોધી પ્રત્યે એક પ્રકારની મર્યાદા રાખવામાં આવતી હોય છે. જો કે, આજના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાન નરેશ પટેલ, પૂર્વ પ્રધાન ગણપત વસાવાની હાજરીમાં મનસુખ વસાવાએ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રત્યે બેફામ વાણી વિલાસ કર્યો હતો.
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, સાંસદ એકાએક આગ બબુલા થઈને ચૈતર વસાવા ઉપર ભડકી ઉઠ્યા હતા. મનસુખ વસાવાએ, સામાન્ય રીતે જાહેર મંચ ઉપરથી વિરોધી માટે ના બોલાય તેવી શૈલીમાં ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા. વસાવાએ, ભૂપેન્દ્ર પટેલની સરકારે, મોદી સરકારે આદીવાસી માટે ખૂબ કામ કર્યા હોવાનું કહીને એક પછી એક કામ ગણાવ્યા હતા. તો બીજી બાજુ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ પ્રધાન ગણપત વસાવાએ આદિવાસી માટે કરેલા કાર્યોને લઈને વખાણ કર્યા હતા.