Vadodara Video : VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો ગેરકાયદે કબજો, રાજ્ય સરકારે ઠરાવ ના મંજૂર કર્યો હોવા છતા પ્લોટમાં દબાણ કર્યાનો આક્ષેપ

|

Jun 13, 2024 | 4:51 PM

પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાનને જમીન આપવાનો ઠરાવ કર્યો હતા. પરંતુ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે ના મંજૂર કર્યો છે. રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યા બાદ પણ યુસુફએ પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદે તાંદલજાના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ છે.

યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવાઇ હતી. 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પણ જમીન વેચાણથી આપવા માટેની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે આ જોતા, ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે, યુસુફ પઠાણે પચાવી પાડેલો મહાનગરપાલિકાનો પ્લોટ પાછો લેવા માગ કરી છે.

( વીથ ઈનપુટ – પ્રશાંત ગજ્જર, વડોદરા ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video