ગાંધીનગર મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન, 400થી વધુ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો

|

Jan 27, 2022 | 5:26 PM

મેયરે કર્મચારીઓના તમામ આક્ષેપ ફગાવ્યાં. અને કહ્યું કે હડતાળ પર બેઠેલા આ કર્મચારી કોર્પોરેશનના નથી. એજન્સીના કોન્ટ્રાકટ બેઝના કર્મચારી છે. વર્ગ 4ના કર્મચારીની ભરતી આઉટ સોર્સિંગ થતી હોય છે.

ગાંધીનગરમાં (Gandhinagar)પોતાની વિવિધ પડતર માંગોને લઇ સફાઇ કર્મચારીઓ આંદોલન (Movement)પર ઉતર્યા છે. કોર્પોરેશનની ઓફિસ બહાર સફાઇ કર્મચારીઓએ (Sweeper) અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 400થી વધુ કર્મચારીઓ એકઠા થયા હતા અને અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઇ કામદારો પોતાના શર્ટ ઉતારી રોષ ઠાલવ્યો. સફાઇ કામદારોની માંગ છે કે તેમને મહાનગર પાલિકામાં કાયમી કરવામાં આવે જેથી તેમની એક ઓળખ બને. તો કર્મચારીનો આરોપ છે આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. જો વહેલી તકે તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે.

તો બીજી તરફ મેયરે કર્મચારીઓના તમામ આક્ષેપ ફગાવ્યાં. અને કહ્યું કે હડતાળ પર બેઠેલા આ કર્મચારી કોર્પોરેશનના નથી. એજન્સીના કોન્ટ્રાકટ બેઝના કર્મચારી છે. વર્ગ 4ના કર્મચારીની ભરતી આઉટ સોર્સિંગ થતી હોય છે. સાથે જ કહ્યું કે કોર્પોરેશન વિસ્તારમાં આ પ્રકારની હરકત ચલાવી લેવાશે નહીં.

ગાંધીનગર પાલિકામાં સફાઈ કામદારોનો સમયસર યોગ્ય પગાર નહીં ચુકવવામાં આવતા છેલ્લા 3 મહિનાથી કામદારો વિરોધ નોંધાવી રહ્યા છે. આઉટ સોર્સીંગ એજન્સી મારફત સફાઈ કરાવવામાં આવે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. સ્માર્ટ વોચથી હાજરી પુરાવાના કારણે આઉટ સોર્સીંગના સફાઈ કામદારોનો પગાર એજન્સી દ્વારા કાપી લેવામાં આવતો હતો. જેને લઈ આ કામદારો હડતાલ ઉપર છે.

આ પણ વાંચો : રાજકોટઃ RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં એક વર્ષનો 3 કરોડનો વેરો માફ, હોટેલ-રિસોર્ટ-સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાઇ

આ પણ વાંચો : આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે

Next Video