Breaking News : દીકરીની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી, જુઓ Video

Breaking News : દીકરીની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી, જુઓ Video

| Edited By: | Updated on: Nov 04, 2026 | 6:24 PM

ગુજરાત હાઈકોર્ટે દીકરીની કસ્ટડી મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે માતા પાસે સગીર દીકરીની કસ્ટડી હોય તો તેને ગેરકાયદે ગણી શકાય નહીં. પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દેવામાં આવી છે, કારણ કે દીકરીએ માતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે સગીર દીકરીની કસ્ટડીને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીને ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માતા પાસે સગીર દીકરીની કસ્ટડી હોય તો તેને ગેરકાયદે ગણાવી શકાય નહીં, કારણ કે માતા કુદરતી વાલી (Natural Guardian) છે.

આ કેસની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ચેમ્બરમાં સગીર દીકરી સાથે વ્યક્તિગત વાતચીત કરી હતી. દીકરીએ કોર્ટ સમક્ષ પોતાની માતા સાથે ખુશ હોવાનું જણાવ્યું હતું અને પિતા સાથે રહેવા પ્રત્યે અનિચ્છા વ્યક્ત કરી હતી. દીકરીના આ નિવેદનને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયમી કસ્ટડીનો વિવાદ હેબિયસ કોર્પસ અરજી દ્વારા નક્કી કરી શકાય નહીં. આ મામલે Permanent Custody નો કેસ અગાઉથી જ Family Court માં પેન્ડિંગ છે. તેથી, કસ્ટડી અંગેનો અંતિમ નિર્ણય યોગ્ય કાનૂની પ્રક્રિયા અને સંબંધિત કોર્ટ દ્વારા જ લેવામાં આવશે. આ ચુકાદો ચાઈલ્ડ કસ્ટડી ડિસ્પ્યુટ અને હેબિયસ કોર્પસ પિટિશન અંગે કાનૂની ચર્ચાને વેગ આપે છે.

ભાજપના મેન્ડેટ પહેલાં જ ચેરમેન નક્કી કરવાની કવાયત? સાબર ડેરીમાં બાબુ બારદાનની ભૂમિકા ચર્ચામાં

Published on: Nov 04, 2026 06:23 PM
Follow Us
Loading...
Unable to load recommendations.