Gujarati Video : ઠગબાજોએ દેશભરમાં RBL બેંકના ATMમાંથી 3 કરોડથી વધુની ઉચાપત કરી, સુરતમાં એક જ ATMમાં 12 કલાકમાં 34 ટ્રાન્જેક્શન
Surat News : દેશભરમાં RBL બેંકના 128 ATMમાંથી 3 કરોડથી વધુની રકમની ઉચાપત થઈ છે. ઠગ ટોળકીએ કાર્ડ નાખી મશીનમાં છેડછાડ કરી 3 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી છે. જે પૈકી સુરતમાં વરાછા રોડ પર મંગલદીપ કોમ્પલેક્સમાં આવેલા RBLના ATMમાંથી પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.
સુરતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ છે. ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. દેશભરમાં RBL બેંકના 128 ATMમાંથી 3 કરોડથી વધુની રકમની ઉચાપત થઈ છે. ઠગ ટોળકીએ કાર્ડ નાખી મશીનમાં છેડછાડ કરી 3 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી છે. જે પૈકી સુરતમાં વરાછા રોડ પર મંગલદીપ કોમ્પલેક્સમાં આવેલા RBLના ATMમાંથી પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. ઠગ ટોળકીએ અહીં એક જ ATMમાંથી 12 કલાકમાં 34 ટ્રાન્જેક્શન કર્યા. આ રીતે 1 લાખ 70 હજારની રકમ ઉપાડી લેવાઈ હતી.
આ પણ વાંચો-Surat: લોકોને 3 કરોડનો ચુનો ચોપડનાર ભાગેડુ રાકેશ ભીમાણીની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસાઓ
આ રીતે કરતા હતા ચોરી
આ કેસમાં પોલીસે CCTV ફૂટેજના આધારે 2 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. તેમની પાસે અનેક ATM હતા. તેઓ ATMમાં કાર્ડ નાખી રૂપિયા માટેની જે ટ્રે હોય છે તેને થોડીવાર પકડી રાખતા હતા. જેથી તેમાં એરર આવી જતી હોય છે. આવી રીતે ટેક્નીકલ એરર ઉભી કરી રૂપિયાની ઉઠાંતરી કરાઈ હતી. 5 એપ્રિલે રાત્રે સાડા 9 કલાકથી 6 એપ્રિલ સુધી સવારે 8.47 વાગ્યા સુધી એક જ ATMમાં 34 ટ્રાન્ઝેક્શન કરાયા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
