ગુજરાતમાં 55 દિવસમાં રૂપિયા 245 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આપ્યું આ નિવેદન

ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે ડ્રગ્સનો કારોબાર કરનારાઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહી દીધુ છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ કોઈપણ ભોગે નહીં ચલાવી લેવાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 4:28 PM

ગુજરાતના (Gujarat) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)જણાવ્યું છે કે ડ્રગ્સ(Drugs)તસ્કરી મુદ્દે રાજ્યનો ગૃહવિભાગ (Home Depaetment) એક્શન મોડમાં છે. દેવભૂમિ દ્વારકા(Dwarka)સહિત રાજ્યના જુદા-જુદા સ્થળેથી ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયા બાદ પત્રકાર પરિષદમાં તેમણે આ બાબત જણાવી હતી. જેમાં તેમણે ડ્રગ્સનો કારોબાર કરનારાઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહી દીધુ છે કે હવે ગુજરાતમાં ડ્રગ્સ કોઈપણ ભોગે નહીં ચલાવી લેવાય.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તેઓ ગૃહ રાજ્યપ્રધાન બન્યા બાદ 55 દિવસમાં જ 5,756 કિલો ડ્રગ્સ પકડાયું છે.. જેની કિંમત 245 કરોડથી વધુ છે.55 દિવસમાં 90થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે..હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈપણ રીતે ચલાવી લેવામાં નહિ આવે.

ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે આ દરિયાકિનારાનો દૂરુપયોગ થતો હોવાની અનેક વખત બાતમી મળી છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ માફિયાઓને ડામવા વિશેષ પુરસ્કાર યોજના દાખલ કરવામાં આવી છે જેને વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, બુધવારે દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે 17 કિલો ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સની કિંમત અંદાજે 85 કરોડ રૂપિયા જેટલી છે. ડ્રગ્સ પકડવાનું આખું ઓપરેશન જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

હાલ આ મામલે LCB,SOG પોલીસની ટીમો તપાસ કરી રહી છે.મહત્વનું છે કે આ પહેલા સપ્ટેમ્બરમાં મુંદ્રા અદાણી પોર્ટ પરથી 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા 5 મહિનામાં 24 હજાર 800 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.. જે બાદ 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

આ પણ વાંચો :  વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસિસ વિકની ઉજવણીના ભાગરૂપે ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન

આ પણ વાંચો : Surat: સરકારની લીલી ઝંડી મળતા ડુમસ દરિયાકિનારાને ડેવલપ કરવાની માત્ર વાતો નહિ, નક્કર કામગીરી કરાશે

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">