AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સરકારની લીલી ઝંડી મળતા ડુમસ દરિયાકિનારાને ડેવલપ કરવાની માત્ર વાતો નહિ, નક્કર કામગીરી કરાશે

Surat: ડુમસના દરિયાકિનારે 106 હેકટર જમીન પર ઇકો ટુરિઝમ પાર્ક સહિત અલગ અલગ પ્રોજેકટ ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેકટને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી છે.

Surat: સરકારની લીલી ઝંડી મળતા ડુમસ દરિયાકિનારાને ડેવલપ કરવાની માત્ર વાતો નહિ, નક્કર કામગીરી કરાશે
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 10, 2021 | 2:01 PM
Share

સમગ્ર વિશ્વમાં વિકાસની ગતિમાં અગ્રેસર રહેલા સુરતમાં હરવા ફરવા લાયક સ્થળોની સંખ્યા ખૂબ ઓછી છે. જેથી હવે સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે તેમજ સુરતમાં બહારથી આવતા લોકો માટે પણ એક સારું અને વિકસિત સ્થળ ઉભું કરવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. જેના પર હવે અમલીકરણ શરૂ કરી પણ નાંખ્યું છે.

સુરત શહેરને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે. ત્યારે ડુમસના આ દરિયાકિનારાને ડેવલપ કરી શકાય અને હરવા ફરવા લાયક વિકસાવી શકાય તે માટે હવે કોર્પોરેશને કમર કસી છે. સુરત કોર્પોરેશન હવે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટ સાકાર કરવા જઈ રહી છે.

ડુમસના દરિયાકિનારે જંગલ ખાતાની 28.75 હેકટર અને સરકારી 78 હેકટર જમીન મળીને કુલ 106 હેકટર જમીન પર ઇકો ટુરિઝમ પાર્ક સહિત સહેલાણીઓના આનંદ પ્રમોદ માટે અલગ અલગ પ્રોજેકટ ડેવલપ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી હોય હવે સુરત મહાનગરપાલિકા માટે રસ્તો ખુલ્લો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળ અંદાજે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ પ્રોજેકટની કન્સલ્ટન્સીથી માંડીને ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ અને સંબંધિત સહકારી વિભાગોની મંજૂરી મેળવવા માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ચાર એજન્સીઓમાંથી એક એજન્સીનું પ્રેઝન્ટેશન યોગ્ય લાગતા તેના ટેન્ડરને ચર્ચા માટે મુકવામાં આવ્યું છે.

આ પ્રોજેકટ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ડુમસ દરિયાકિનારે અવાવરુ પડી રહેલી જંગલ ખાતાની જમીન અને સરકારી જમીન જેમાં ગેરકાયદે પ્રવૃતિઓ પણ થતી રહે છે. તેના પર હરવા ફરવાની એક સુંદર અને વિશાળ સ્થળના બ્યુટીફીકેશન સાથેનો વિકાસ થશે. અહીં ઇકો ટુરિઝમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક સહિત આનંદ પ્રમોદની તમામ એક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ થશે. એટલું જ નહીં દરિયાકિનારે 5.5 કિલોમીટરનો કોસ્ટલ વે પણ તૈયાર કરવામાં આવશે.

આમ, સુરતીઓને હવે હરવા ફરવાના સ્થળ તરીકે ડુમસનો દરિયાકિનારો શ્રેષ્ઠ સ્થળ તરીકે ડેવલપ કરવાના તમામ પ્રયત્નો હવે અમલીકરણની દિશામાં આગળ વધારવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ટૂંક જ સમયમાં તેના પર કામગીરી શરૂ કરીને શહેરીજનોને એક નવું નજરાણું પણ મળી શકશે.

આ પણ વાંચો: ઉડતા ગુજરાત: છેલ્લા 5 મહિનામાં અધધધ કરોડનું ઝડપાયું ડ્રગ્સ, સરકારની ડ્રગ્સ રેકેટ સામે લાલ આંખ

આ પણ વાંચો: રાજસ્થાનઃ અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં 12 લોકોના મોત,ટેન્કર અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ લાગી હતી

Follow Us
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">