Amreli Rain : બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી, જુઓ Video
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના બાબરા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડ્યો છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના બાબરા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડ્યો છે. ગળકોટડી, કરિયાણા, ખાખરીયા, દરેડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વૃક્ષ ધરાશાયી થતા લાઠીથી દામનગરના રસ્તે વાહનવ્યવહર ખોરવાયો છે. લાઠી વહીવટી તંત્રએ કાટમાળ હટાવી રસ્તો ખોલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી પંથકમાં 50 વીજપોલ ધરાશાયી
અમરેલી શહેર સહિત આખા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન ફૂંકાતા વીજપોલ ધરાશાયી થયા છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર PGVCLનાં 50 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. 39 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. ધારાસભ્ય કૌશિક વેકરીયાએ PGVCLને સૂચના આપી છે. પંથકમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના આપી છે. વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઠી, દામનગર, ચલાલા, વડિયા અને કુંકાવાવ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે.