છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, NDPS હેઠળ 512 કેસ કરાયા

|

Feb 08, 2024 | 7:44 PM

વિધાનસભામાં ડ્રગ્સના આંકડાઓ જાહેર કરાયા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, તો વર્ષ 2022-23માં NDPS હેઠળ 512 કેસ કરવામાં આવ્યા છે. દ્વારકામાંથી રૂ.1.76 લાખથી વધુની કિંમતનું 17.650 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત દ્વારકામાંથી જ રૂ.2.40 લાખથી વધુના કિંમતની સિરપની 1622 બોટલ ઝડપાઈ છે.

વિધાનસભામાં પાદરાના MLA ચૈતન્યસિંહ ઝાલાના સવાલના જવાબમાં રાજ્ય સરકારે નશાના વેપલા સામે કાર્યવાહી મુદ્દે ગૃહમાં આંકડા જાહેર કર્યા છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5,338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, તો વર્ષ 2022-23માં NDPS હેઠળ 512 કેસ કરવામાં આવ્યા છે.

ડ્રગ્સના આંકડાઓ પર નજર કરીએ તો દ્વારકામાંથી રૂ.1.76 લાખથી વધુની કિંમતનું 17.650 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત દ્વારકામાંથી જ રૂ.2.40 લાખથી વધુના કિંમતની સિરપની 1622 બોટલ ઝડપાઈ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56.32 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તો વડોદરાના ગ્રામ્યમાંથી રૂ.25.37 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તો આ સાથે દ્વારકામાંથી 15, વડોદરા શહેરમાંથી 58 અને ગ્રામ્યમાંથી 29 શખ્સોની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો Gandhinagar: PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, એક સાથે 27 જગ્યા પર તપાસ, જુઓ Video

Next Video