Ahmedabad : રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પડાઇ, જુઓ Video
અમદાવાદમાં ફરી એક વાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા મોરારજી ચોકમાં ડિમોલિશન હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બનાવવામાં આવેલા બાંધકામો તોડી પડાયા છે.
અમદાવાદમાં ફરી એક વાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા મોરારજી ચોકમાં ડિમોલિશન હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બનાવવામાં આવેલા બાંધકામો તોડી પડાયા છે.
20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડ્યા
રખિયાલ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં 20થી વધુ કારખાના અને દુકાનોને તોડી પાડવામાં આવી છે. કોમન ઓપન પ્લોટ પર આ બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉ 2008માં પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા છતા પણ ફરી વાર ગેરકાયદે બાંધકામ બનાવવામાં આવ્યા છે. મિલ મજૂરો માટેની સ્કીમના નામે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્લોટ પર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી દેવાઈ હતી.ડિમોલિશનની કાર્યવાહી પહેલાં 385 જવાનો સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. PI, PSI, ACP લેવલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
AMCના જણાવ્યા પ્રમાણે મોરારજી ચોકમાં રહિશોના ઉપયોગ માટે જે ખુલ્લા પ્લોટ રખાયા હતા. તેના પર દબાણ કરીને કબજો કરી દેવાયો હતો. અને તેમાં કોમર્શિયલ એકમો ધમધમી રહ્યા હતા. દબાણો દૂર કરવાની આ કાર્યવાહી અંતર્ગત લગભગ 2680 ચોરસ મીટર જગ્યા દબાણમુક્ત કરવામાં આવી છે.
કુખ્યાત આરોપીનું ઘર તોડી પાડ્યું
બીજી તરફ આ અગાઉ નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગરે ત્રણ માળનું ગેરકાયદે મકાન તાણી બાંધ્યું હતું. જે ધ્યાને આવતા તંત્રએ ત્રણ માળના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધુ હતુ. મહત્વનું છે કે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગા સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાયા છે.
તો કુખ્યાત બુટલેગર જયેશ વિરુદ્ધ પ્રોહીબિશન અંતર્ગત, તેમજ પોલીસ પર હુમલો કરવાના પણ ગુના નોંધાયેલા હતા. તે અન્ય લોકો સાથે સિન્ડીકેટ બનાવી ગુજરાત બહારથી દારૂનો જથ્થો અમદાવાદમાં લાવતો હતો.. બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી તેમજ પ્રદીપ ઉર્ફે પદીયો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં જયેશના ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
